Posted by: bazmewafa | 03/27/2011

ગઝલ: પાછા વળે કયાંથી?—પ્રફુલ્લ વોરા

પાછા વળે કયાંથી?—પ્રફુલ્લ વોરા

 

નહીંતો આમ દ્રશ્યો આંખથી પાછા વળે કયાંથી?

ધરેલા હોઠ પ્યાસા જામથી પાછા વળે કયાંથી?

 

હથેળી નામના આ રણ ઉપત કિસ્મત લખાવીને,

છળી ઊઠેલ હરણાં હાંફથી પાછા વળે કયાંથી?

 

નદીની જેમ નાજુક લાગણી દરિયો બની બેઠી,

પછી તો ફીણ- મોજાં નાવથી પાછા વળે કયાંથી?

 

નથી વિશ્વાસ પડતો કાગડાના બોલ પર,દોસ્તો,

ટકોરા આમ અમથા દ્વારથી પાછા વળે કયાંથી?

 

હશે આ ઝાડને પીળાશનો લૂણો ગયો લાગી,

લીલા ઘેઘૂર ટહુકા ડાળથી પાછા વળે કયાંથી?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers