Posted by: bazmewafa | 03/20/2011

નજર-અલમદાર બુખારી(ગુજરત ટુ ડે 8માર્ચ2011)

નજર-અલમદાર બુખારી(ગુજરત ટુ ડે 8માર્ચ2011) 

 ગુજરાતના મુસ્લિમોમાં એટલું કૌવત છે કે સૌને પ્રગતિનાપંથે દોરીજાય

 કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી,

 સદીયોં રહા દુશ્મન દોરેઝમાં હમારા(ઇકબાલ)

ગુજરાતના મુસ્લિમોનાનામે રાજકીય ફૂટબોલની વધુએક ગેમ શરૂ થઇ છે. અત્યારસુધી ગુજરાતના મુસ્લિમોનો‘વિનાશ’ કોને આભારી એનીચર્ચાઓ થતી હતી હવે ગુજરાતના મુસ્લિમોનો‘વિકાસ’ કોને આભારી એનીચર્ચાઓ ચાલી રહી છે.‘વિનાશ’થી ‘વિકાસ’ ભણીનો આ બદલાવ કમસેકમ દુભાયેલા અને ઘવાયેલા મુસ્લિમો માટે તો રાહતની જ વાત છે કારણ કે તેમના પ્રત્યે ઘૃણાથી જોનારા અને અત્યારસુધી તેમની અવગણના કરનારા હવે તેમના વિકાસની વાતો કરે અને એના આંકડાઓની સરખામણી કરે એ બદલાવ મુસ્લિમો માટે સ્વાગત યોગ્ય ન જણાતો હોય તો પહેલા જેવો દુઃખદ પણ જણાતો નથી. મુસ્લિમોનેખુલ્લેઆમ ભાંડનારા પણ હવે તેમના વિશે સારી મજાનીડાહી ડાહી વાતો કરવા લાગે એ પ્રકારનું ‘પરિવર્તન’ બૌદ્ધિક મુસ્લિમોને વિચારવામજબૂર કરીરહ્યું છે કે આ‘પરિવર્તન’નું કારણ શું ?અને કયા પરિબળો એની પાછળ કામ કરીરહ્યા છે ? આ અંગે સૌ પોતપોતાની રીતે દલીલો-તર્કો અને અનુમાન રજૂ કરી રહ્યા છે.અને જયાં સુધી આ બાબતે ચિત્ર સ્પષ્ટ નહ થાય ત્યાં સુધી આબધું ચાલતું રહેશે પણ હાલ તુરતજો ગુજરાતના મુસ્લિમોમાં કોઇ ચર્ચાનો મુખ્ય મુદ્દો હોય તો તેછે તેમના ‘વિકાસ’ના મુદ્દે જશ ખાટવા ખેલાતું રાજકારણ છે.રાજય સરકાર વિધાનસભામાં જાતજાતનીઆંકડાઓ અને ભાતભાતની તર્કો રજૂ કરી એવું ઠસાવવાનાપ્રયાસો કરે છે કે ગુજરાતના મુસ્લિમોનો વિકાસ તેને આભારી છે જયારે વિપક્ષ એવું ઠસાવવાના પ્રયાસો કરે છે કે ગુજરાતના મુસ્લિમોનાવિકાસમાં રાજય સરકારનીકોઇ ભૂમિકા નથી બલ્કે તે તોમુસ્લિમોના વિકાસ આડે રોડાંનાખે છે. આના કારણેગુજરાતની મોટાભાગની પ્રજા એવી દ્વિધામાં મૂકાઇ છે કે આમાં સાચું કોણ ? આ દ્વિધાનો અંતતો જે તે પ્રકારના દાવા કરનારા પક્ષો પોતે જ લાવી શકે. જેમ કેસરકાર પક્ષ અધિકૃત અને વિશ્વસનીય તમામ પ્રકારનાઆંકડાઓ વિધાનસભામાં રજૂકરે. તમામ પ્રકારના આંકડાઓનો મતલબ એ કે પોતાને ગમતા હોય એવાઅનુકૂળ આંકડા જ નહિ પણપોતાને ન ગમે તેવા આંકડા પણ તેમણે પ્રજા સમક્ષ રજૂ કરવાજોઇએ. જયારે વિપક્ષે પણપોતાની વાત સાચી છે તે પૂરવારકરતા વિશ્વસનીય-અધિકૃત આંકડાઓ મુસ્લિમોની વાસ્તવિક સ્થિતિ અંગે રજૂ કરવાજોઇએ.જો કે આ બાબતે જેને જે દ્વિધાહોય તે પણ પોતાની સ્થિતિ અંગે ગુજરાતના મુસ્લિમો કોઇ દ્વિદ્યામાં નથી અને તેમને એય ખબર છે કે તેમનો વિકાસ કોને આભારી છે. ગુજરાતના મુસ્લિમો અલ્લાહની મહેરબાનીઅને પોતાની જાતમહેનત તથાપરસ્પરની હૂંફ અને સહકારથી પ્રગતિ સાધી રહ્યા છે. આમાં વર્તમાન સરકાર તો ઠીક પણ તે અગાઊની સરકારોય યશ ખાટીશકે એમ નથી. કારણ કેગુજરાતના મુસ્લિમો સરકારી મદદથી નહિ પણ સ્વબળે અનેસહકારની ભાવનાથી આગળવધતા આવ્યા છે. જેમને ગુજરાતના મુસ્લિમોની સ્થિતિ આજે પણ બહેતર જણાતી હોય તેમણે એ સમજવું જોઇએ કે જો ર૦૦ર કે તે અગાઊના રમખાણો ન થયા હોત તો રાજયના મુસ્લિમો આનાથી અનેક ગણી બહેતર પ્રગતિ સાધી શકયાહોત. આટઆટલી દખલગીરી,રંજાડ અને ઘણેઠેકાણે ભેદભાવ છતાં પણ ગુજરાતના મુસ્લિમોજો અન્ય રાજયોના મુસ્લિમો કરતા આગળ હોય તો તે માટેસરકારે પોતાની નહિ પણરાજયના મુસ્લિમોની પીઠ થાબડવી જોઇએ. વિપક્ષે પણ માત્ર સરકાર પર જ આ મુદ્દે દોષારોપણ કરવાને બદલે તેઓ સત્તામાં હતા ત્યારે તેમણે રાજયના મુસ્લિમોનું કયાં અનેકેટલું ભલું કર્યું હતું એ અંગેઆત્મચિંતન કરવું જોઇએ.આમ તો મુસ્લિમો ઘણે ઠેકાણે અને ઘણા ક્ષેત્રોમાં અવગણના કે ભેદભાવનો સામનો પહેલેથી જ કરતા આવ્યાછે. પણ હાલ જે મુદ્દે વિધાનસભાગાજી એ મુસ્લિમોના શિક્ષણ માટેની સ્કોલરશીપની વાત કરીએ તો વર્તમાન સરકાર એવો તર્ક આપે છે કે તે ભારત સરકારદ્વારા લઘુમતીઓને આપવાની શિષ્યવૃત્તિ એટલા માટે નથીચૂકવતી કે તે ગુજરાતની અનુસૂચિત જાતિ કે અન્ય બક્ષીપંચમાં સમાવિષ્ટ જાતિઓકરતા વધારે છે….!!! પહેલા તો આવી સરખામણી જ ભેદભાવ પૂર્ણ છે. બેસમુદાયો વચ્ચે મનદુઃખ થાય એવું વલણ છે. શિક્ષણ બાબતે આવી સરખામણી જ શું કામ કરવી જોઇએ ? અને ભારતસરકાર કંઇ મૂરખ તો છે નહીંકે તેણે આ પ્રમાણમાં શિષ્યવૃત્તિ મંજૂર કરી હશે. વાસ્તવમાં મુસ્લિમોને શિક્ષણની એટલીતીવ્ર જરૂર છે કે તેમના માટે આશિષ્યવૃત્તિ પણ ‘આટામાં નમક’બરાબર છે. તેમ છતાંય જોસરકારને આ શિષ્યવૃત્તિ વધારેલાગતી હોય તો જેટલા પ્રમાણમાં અન્યોને અપાય છે એતો ચૂકવે અથવા તો અનુસૂચિતજાતિ કે અન્યોને શિષ્યવૃત્તિ વધારી આપે .એમાં મુસ્લિમોને કોઇ જ વાંધો નથી પરંતુ સાવ ઇન્કાર કરી દઇને આશિષ્યવૃત્તિને નામ કાણી પાઇપણ મુસ્લિમોને ન ચૂકવવાનું વલણ કેટલું ઊચિત છે ? અને આશિષ્યવૃત્તિય પાછી કેન્દ્ર સરકારઆપે છે. રાજય સરકારે તોમાત્ર ચૂકવવાની વ્યવસ્થા જ કરવાની છે. વળી મુસ્લિમોને શિષ્યવૃત્તિ તો હમણા મળવાની શરૂ થઇજયારે અનુસૂચિત જાતિઓ  અન્યોને તો દાયકાઓથીશિષ્યવૃત્તિઓ કે લાભો મળે છે એટલે એ રીતે પણ એની સરખામણી ન જ કરાવી જોઇએ .ખુદ અનુસૂચિત જાતિના લોકોકે મુસ્લિમોને આવી કોઇતકલીફ નથી તો પછી મંત્રીશ્રીઆવા્ મુદ્દા ઊપસ્થિત કરે એ ઊચિત ગણાય ?આ તો શૈક્ષણિક ક્ષેત્રના એકમુદ્દાની વાત થઇ બાકી આવી ઘણી ફરિયાદો રાજયનીલઘુમતી શૈક્ષણિક સંસ્થાઓનીછે. પણ તેઓ કાંતો સહન કરે છે અથવા તો કોર્ટમાં લડત આપેછે. માત્ર શૈક્ષણિક ક્ષેત્રમાં જ નહિ ભેદભાવની ફરિયાદો હાઊસગ સેકટર, બિઝનેસસેકટર વગેરેમાં પણ છે. આજે ગુજરાત હાઊસગ બોર્ડના હજારો મકાનો રાજયભરમાં છે પણ એ પૈકી કેટલા મુસ્લિમ વિસ્તારોમાં છે ?? વિસ્તારની તો વાત જવા દો પણ કેટલામુસ્લિમોને એ મકાનો ફાળવાયાછે ?? શું સરકાર કયારેય આના આંકડા જાહેર કરશે ? સરકારનીતો વાત જવા દો પણ પૂરાં પૈસાઆપવા છતાં રાજયના ૯૦ ટકા બિનમુસ્લિમ બિલ્ડરો મુસ્લિમોને મકાન આપવાની ઘસીને નાપાડી દે છે. ફલેટ કે મકાન તો ઠીક પણ શોપીંગ કોમ્પલેકસમાં દુકાનોય અપાતી નથી. જયારેમુસ્લિમ વિસ્તારો નજીક અશાંત વિસ્તાર ધારા જેવા નિયમોલાગુ કરી દેવાય છે. જયારે પૂરેપૂરા પૈસા આપવાછતાં મોટાભાગના બિલ્ડરો મુસ્લિમોને કાયદેસર રીતે મકાનવેચતા નથી તો શું આ ભેદભાવછે કે સમભાવ છે ?આવા તો ઘણાય ક્ષેત્રો છે અને ઘણાય કિસ્સાઓ છે કે જેનેટાંકી શકાય છે પણ એ માટે કંઇ એકલી વર્તમાન સરકારને જદોષ દેવો ઊચિત નથી. અગાઊની સરકારોની ભૂમિકાઓ પણ આ અંગે વરવી રહી છે. તેમ છતાંવર્તમાન સરકારને જો ખરેખર મુસ્લિમોના વિકાસમાં રસહોય તો એ પોતાની કાર્યપધ્ધતિ દ્વારા મુસ્લિમોમાં ભરોસો પેદા કરે. આંકડાઓનો ભ્રમ કે શબ્દોની જાળમાં અટવાવાના બદલે વાસ્તવિકતાનો સામનો કરે.વાસ્તવિક સ્થિતિ જે હોય તે સ્વીકારે અને નવી શરૂઆતકરે. ગુજરાતના મુસ્લિમોને કશું જ નાહકનું ખપતું નથી.તેમને તો માત્ર તેમનો હક જોઇએ છે અને એ પણ પવિત્રબંધારણે આપેલા અધિકારમુજબ જોઇએ છે. આ માટે નતો તેમને કોઇનો હક મારવોછે કે ન તો કોઇની બુરાઇ કરવી છે. અને જો આટલુંય ન કરીશકો તો કમસેકમ મુસ્લિમોને રંજાડવાનું બંધ કરશો તોય આખમીરવંતા ગુજરાતના મુસ્લિમોમાં એટલું કૌવત છે કેતે પોતે તો પ્રગતિ કરશે જ સાથોસાથ પોતાના અન્ય તમામ ધર્મ,વર્ગ, જાતિના ગુજરાતીઓનેપ્રગતિના પંથે દોરી જશે.

(ગુજરાત ટુ ડે 8માર્ચ2011)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers