અછાંદસ:અરેરાટી—ડૉ.અદમ ટંકારવી
Poetry can help man to stay human
May Swenson
ચૂકી ગયા
ગોધરા અનુ ગોધરા પછી
આપણું માનવ્ય ટકાવવાની જરૂર હતી
એક અરેરાટીની
પણ
આપણે ચૂકી ગયા
ભુરાંટ થયા
ત્રાડો પાડી
ગાળો ભાંડી
ખોંખારા
દેકારા
પડકારા
બતાવી દીધું
પતાવી દીધું
બેફાક ફર્યા
વિજયઘોષ કર્યો
જરૂર હતી એક અરેરાટીની
ન અરેરાયા
ન કરેરાયા
થવા દીધું આપણું પાશવી કરણ
ક્ષુબ્ધ વાતાવરણ
હતપ્રભ નગર
દૂભણ દીવા
ટગમગ ટગર
નગરજન
હૈયાસૂનાં
જીવતાં મડાં
આપના પ્રતિભાવ