Posted by: bazmewafa | 02/20/2011

ગઝલ:સળગી ગયેલી ગંધ છું—મનીષ પરમાર

સળગી ગયેલી ગંધ છું—મનીષ પરમાર

 

 

હુંય મુઠ્ઠીમાં સમયની બંધ છું,

એક રેખામાં હજી અકબંધ છું.

 

આવતાં પ્હેલાંજ અંધારું થયું,

કયાં ગયું અજવાળું જાણે અંધ છું.

 

ઓસની સથે સળગતા શ્વાસ આ,

ફૂલમાં સળગી ગયેલી ગંધ છું.

 

રોજ મારાથીજ હું છૂટો પડું,

બોલ ક્યા ભવનો ઋણાનુંબંધ છું?

 

એક ઝબકારો થયો મારી તરફ,

આ લિસોટા જેટલો સબંધ છું.

 


Responses

  1. આજનો આપણો વિચાર બીજા
    દિવસે ન પણ ગમે એવું બને
    સરસ

    રોજ મારાથીજ હું છૂટો પડું,
    બોલ ક્યા ભવનો ઋણાનુંબંધ છું?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers