Posted by: bazmewafa | 01/31/2011
ગઝલ:ગોઠવી દીધો મને—અરવિંદ ભટ્ટ
ગોઠવી દીધો મને—અરવિંદ ભટ્ટ
તેં મને શોધી બધામા ગોઠવી દીધો મને,
લાભશૂભ જેવી જગામાં ગોઠવી દીધો મને.
બાગનો ખૂણો હતો હું ઝાડનો છાંયો હતો,
ને હવે આ બાંકડામાં ગોઠવી દીધો મને.
બર્ફના ગોળાની વચ્ચે ગોઠવી દીધી સળી,
ચૂસવા સુધી મજામાં ગોઠવી દીધો મને.
જોઈ લો ઊતર્યો હવાનો અર્થ હાડોહાડમાં,
હાડકાંના માળખામાં ગોઠવી દીધો મને.
સાત ફેરા લગ હું મંગળ દીવડાશો ઝગમગ્યો,
ને ઠર્યો તો માળિયામાં ગોઠવી દીધો મને.
Like this:
One blogger likes this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Arvind Bhatt, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher
nice ,
By: praheladprajapati on 01/31/2011
at 7:53 PM