Posted by: bazmewafa | 12/31/2010
ગઝલ: ગુસ્સો હરામ છે પ્યારા —સૈફ પાલનપુરી
<
ગુસ્સો હરામ છે પ્યારા —સૈફ પાલનપુરી
શે’ર મારા સલામ છે પ્યારા,
આ તો તરસ્યાના જામ છે પ્યારા.
સ્મિતનો અર્થ આંસુ થઈ જાએ,
એ મુકદ્દરનું કામ છે પ્યારા.
શું જુઓ છો ભૂંસાયેલા અક્ષર,
એ તો મારુંજ નામ છે પ્યારા.
મારી બરબાદીઓમાં રોનક છે,
બહુ રૂપાળાનું કામ છે પ્યારા.
પ્રિત સમજી વિચારી કરવી’તી,
હવે ગુસ્સો હરામ છે પ્યારા.
વર્ષો પહેલાંનો પ્રેમ પત્ર મળ્યો,
કેવું વસમું ઈનામ છે પ્યારા.
જોઈને ઝટ નજર હટાવી લે,
એ તો છાની સલામ છે પ્યારા.
પ્રેમ સામાન્ય નામ હોય ભલે,
’સૈફ’ નું ખાસ નામ છે પ્યારા.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, History, Saif Palanpuri
આપના પ્રતિભાવ