Posted by: bazmewafa | 12/31/2010

ગઝલ:એ રંગ નથી એજામ નથી—શૂન્ય પાલનપુરી

દિગ્વિજયનો યદિ અંજામ છે ખાલી હાથો,

તેગ ફેંકી દો સિકંદરને રવાડે ન ચડો.

                               -શૂન્ય

 

એ રંગ નથી એ જામ નથી—શૂન્ય પાલનપુરી

 

એ પ્રેમની ઇજ્જત કોડી, છે જે પ્રેમ જગે બદનામ નથી,

ઊઠ ચાલ, દિવાના !બુધ્ધિ હો ત્યાં આપણું કોઈ કામ નથી.

 

અફસોસ! પરિવર્તન ! તારી આ છેદ મદિરા –ભક્તોથી,

મસ્તીની દશામાં જોયા2તા એ રંગ નથી એ જામ નથી.

 

દુનિયાનો ભરોસો કરનારા ! છે ધન્ય આ તારી દ્રષ્ટિને,

મૃગજળથી તમન્ના પાણીની કૈં જેવું તેવું કામ નથી.

 

રહેવાદો વિચારોમાં એને આપો ના તસ્દી નજરોને,

એ સૂક્ષમ જગતના વાસીનું ,આ સ્થૂળ જગતમાં કામ નથી.

 

એક હજીયે રાખું છું,મતલબ કે ખરેખર શૂન્યજ છું,

એ નામ અભાગી છે મારું જે નામનો શુભ અંજમ નથી.

 

 


Responses

  1. સુંદર ગઝલ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers