Posted by: bazmewafa | 12/28/2010
ગઝલ:શબનમ સુધી આવો—નાઝિર દેખૈયા
<
શબનમ સુધી આવો—નાઝિર દેખૈયા
તમે ગમગીન થઈ જાશો, ન મારા ગમ સુધી આવો,
ભલા થઈ ના તમે આ જેવનના જોખમ સુધી આવો.
તો આપો આપ બદલાઈ જશે રંગત જમાનાની,
જરા પડદો ખસેડીની તમે આલમ સુધી આવો.
ભલે ઝાકળ સમી છે જિંદગી પણ લીન થઈ જાશું,
સૂરજ કેરાં કિરણ થઈને જરા શબનમ સુધી આવો.
તમે પોતેજ અણધારી મૂકી’તી દોટ કાંટા પર,
કહ્યું’તું ક્યાં તમોને ફૂલની ફોરમ સુધી આવો.
લગારે ફેર ના પડશે અમારી પ્રીતમાં જો જો,
ગમે ત્યારે ,ગમે ત્યાં જિંદગીના દમ સુધી આવો.
નિછાવર થઈ ગયા છે જે તમારી જાત પર ‘નાઝિર’
હવે કુરબાન થવા કાજ એ આદમ સુધી આવો.
(નાઝિરની ગઝલો-69)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, NazirDekhaiyaa, Sher, Shero shayri
આપના પ્રતિભાવ