Posted by: bazmewafa | 12/28/2010
ગઝલ:સગપણ નથી—પ્રફુલ્લ નાણાવટી
સગપણ નથી—પ્રફુલ્લ નાણાવટી
સગપણ નથી,સબંધ નથી, સંગ પણ નથી,
ઊડી શકાય એટલો ઉમંગ પણ નથી.
ભૂલી જવાની પ્રક્રિય સહેલી નથી જરા
ભૂલી શકાય એવો એ પ્રસંગ પણ નથી.
આજેય ઊભી છે હવેલી એની એ જ પણ,
રોનક નથી, રૂઆબ નથી, રંગ પણ નથી.
બેઠા કરી શકે છે કવિ પાળિયાને પણ,
આજે તો એ જુવાળ નથી ,જંગ પણ નથી..
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, History, Sher, Shero shayri
vah..vah..enjoyed a lot.. nice gazal
By: nilam doshi on 12/29/2010
at 6:34 AM