Posted by: bazmewafa | 12/28/2010
ગઝલ:પાંપણોનું જાગરણ—એસ.એસ.રાહી
પાંપણોનું જાગરણ—એસ.એસ.રાહી
હું હવે આવી ગયો તારે શરણ,
લે, પ્રથમ ચૂમી લીધા તાર ચરણ.
હું તને મળવા મથું છું ત્યાંજ તો,
વચ્ચે આવે પાંપણોનું જાગરણ.
ચાંદની સાથે કરું તુજ તુલના,
પ્હેર,લે, ફૂલોનાં શ્વેતલ આભરણ
તું મને વીંટી વિશે ના વાત કર,
યાદ ક્યાં રહે છે પુરાણા સાંભરણ.
ચાલ,એને પોંખીએ તોરણ વડે,
બારસાખે જો ઊભું વાતાવરણ.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, S.S.Rahi, Sher
આપના પ્રતિભાવ