ભીડ-રાવજી પટેલ
એકાંતમાં પણ્ ભીડ જામી કેટલી
આ
કો’ક મીઠી છોકરી જેવી હવા
મુજને ઘસાતી જાય.
કાંઠા બેઉ છલકાતા
વધી અંધારની હેલી.
ડગલું ભરાતું માંડ
ત્યાં,
રોમ પણ જરી ઊંચું ના થાય એવો તે
હવાનો પાશ !
આ પુલની પેલી તરફના લોકમાં
થોડું ફરી આવું.
ડગલું ભરાતું માંડ,
રે
એક જણની ભીડનો
આવો મને ન્હોતો જરીયે ખ્યાલ !
એક જણ ને કેટલી મોટી ભીડ !
એક નભ ને તારાઓ અડાબીડ !
By: શાહ પ્રવીણચંદ્ર કસ્તુરચંદ on 12/23/2010
at 10:16 AM