Posted by: bazmewafa | 11/30/2010
હજી સમય છે—જયંત પાઠક
હજી સમય છે—જયંત પાઠક
હજી સમય છે :
કોરા કોરા રણની ધારે
વ્હેતા આ ઝરણાની હારે
આલા લીલા વગડા કેરો
મૃગજળમાં કૈં ભેજ ભરો તો
થોડો થોડો પ્રેમ કરો તો…..
હજી સમય છે :
ખરખર ઝાડ ખરે છે
પીળાં પીળાં પાન પછાડી
કૂંપળ ફૂટું ફૂંટું કરે છે
કોડ કૂંપળના કાન ધરો તો
થોડો થોડો પ્રેમ કરો તો….
હજી સમય છે :
આગ નથી લાગી પાણીમાં
ટહુકા કૈંક તરે વાણીમાં
હજી હસે છે માણસ1 એના
સ્મિત સામે સ્મિત કરોતો
ભલે જરા મોડો તો મોડો
થોડો થોડો પ્રેમ કરો તો…..
હજી સમય છે :
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Kavita, Gujarati Poetry, Jayant Pathak, Sher, Shero shayri
સુંદર કાવ્ય.
By: Pancham Shukla on 12/02/2010
at 6:04 PM