Posted by: bazmewafa | 11/30/2010
ગઝલ:અસર લૂનીજ હોવાની—બરકત વીરાણી’બેફામ’
દિવસ ઉગ્યા પછી ક્યાં હોઈશ એ તો ખુદા જાણે
કે અત્યરે તો ફકત મારો આ રાત વાસો છે
—બેફામ
અસર લૂનીજ હોવાની—બરકત વીરાણી’બેફામ’
ઉનાળાના દિવસોની તો હવા ઊની જ હોવાની,
કે રણ તો શું ? ચમનમાં પણ અસર લૂની જ હોવાની.
મહોબ્બતના અનુભવને અસર જૂનીજ હોવાની,
ભે ગઈકાલની હો ,તોયે કેદુની જ હોવાની
મહોબ્બ્બતને ગુનો માનો કે નમાનો, મન શું છે?
કે મારી તો રસમ ને રીત કાનૂનીજ હોવાની.
હૃદય વાળા નહીં તો આમ નિષ્ફળ થાય ન અહીંયા,
મને લાગે છે કે આ દુનિયા હૃદય સૂનીજ હોવાની.
કોઈ મારે છે પોતાને, કોઈ મારે છે બીજાને,
સ્વભાવે તો બધી વ્યક્તિઓ ખૂનીજ હોવાની.
તમારા ઘરમાં રસ લેનાર સૌ સરખા નથી હોતા,
કે દ્રષ્ટિ કોઈની તો જાણભેદુજ હોવાની.
મરણ બોલાવવા આવે છતાં જાઉં ન ‘બેફામ’
કવિ છું હું, કવિની પ્રકૃતિ ધૂની જ હોવાની
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Barkat Virani'Befam', Gazhal, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
કવિ છું હું, કવિની પ્રકૃતિ ધૂની જ હોવાની
By: Pancham Shukla on 12/02/2010
at 6:05 PM