Posted by: bazmewafa | 11/20/2010

શબ્દો –જયન્ત પાઠક

શબ્દો –જયન્ત પાઠક

 

તરતનાં જન્મેલાં બિલાડીના બચ્ચા જેવા મારા શબ્દો—

એમની આંખો ક્યારે ઊઘડશે?

ભમરીના દરમાં

નીંદરની કીટ જેવા મારા શબ્દો-

એમને પાંખો ક્યારે ફૂટશે?

અજવાળાથી અંધ બનેલી

ઘુવડની આંખો જેવા માર શબ્દો–

એમને અંધારું આંજીને દેખતાં કોણ કરશે?

મૌનમાં અચલ

 પહાડની શિલાઓ જેવા મારા શબ્દો-

 એમને વજ્રઘાતે

 ગાતા ને વ્હેતા કોણ કરશે?

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers