પ્યાસ પહેરીને ઊભા—અહમદ મકરાણી
આપણે અજવાશ પહેરીને ઊભા,
પીછની હળવાશ પહેરીને ઊભા.
ટમટમે છે જ્યોત કાયમ શ્વાસની,
આમ તો વાતાસ પહેરીને ઊભા.
ભાગ્યમાં શંકર થવાનું તો નથી,
કંઠમાં કૈં પ્યાસ પહેરીને ઊભા.
વાદળાં ઘેરાય છે વીખરાય છે,
ને જુઓ આકાશ પહેરીને ઊભા.
પ્યાસ પહેરીને ઊભા—અહમદ મકરાણી
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Ahmed Makrani, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ