Posted by: bazmewafa | 11/13/2010
ગઝલ:તારાઓ પણ ક્યાં જડે?-ચિનુ મોદી
<
તારાઓ પણ ક્યાં જડે?-ચિનુ મોદી
સૂર્ય ક્યાં છે? ચન્દ્ર ક્યાં છે? તારાઓ પણ ક્યાં જડે?
આપણાં આકાશમાંથી હમણાંના પથ્થર પડે.
રાતભર ઝાકળ નહીં, પણ ઝાંઝવા વરસી પડે,
એટલી આકાશ વચ્ચે રેતની ડમરી ચડે.
શાંત મન રાખી શકે એવી જગાની શોધમાં,
આ ગલીથી તે ગલીમાં, આ પવન પણ આથડે.
પાંખ ફફડાવી અહીં પંખી પણ ઊડતાં નથી,
કયાંક પડછાયો પડે ને એને પણ કરફ્યુ નડે.
ખૂબ જોખમ ખેડીને ઈર્શાદ આ લખતો ગઝલ,
આ સમયમાં લાગણી બે ચાર પગલે લડથડે.
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, Chinu Modi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
આ સમયમાં લાગણી બે ચાર પગલે લડથડે….
sundar rachna !
By: P Shah on 11/17/2010
at 10:51 AM