Posted by: bazmewafa | 11/10/2010
ગઝલ:હમેશા અનંત હોય–સાહિલ
હમેશા અનંત હોય–સાહિલ
એવું નથી કે સારા મનુષ્યો જ સંત હોય,
ક્યારેક પીળા પાન મહીં પણ વસંત હોય.
પાણીના રેલા જેવી છે રસ્તાની મિત્રતા,
આરંભ જેમ એનો ઓચિંતોજ અંત હોય.
સંકોચ પામવું નથી એના સ્વભાવમાં,
વિસ્તાર લાગણીનો હમેશા અનંત હોય
સંબંધ ટૂટશે તો કોઈ કામનો નથી,
નાની અમસ્તી વાતમાં ન મોટો તંત હોય.
પરસેવે રેબઝેબ મેલો ઘેલો આદમી,
સાહિલ કુબેરથીય વધારે શ્રીમંત હોય.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, History, Saahil, Sher, Shero shayri
ગઝલ માણી. આનંદ થયો.
એવું નથી કે સારા મનુષ્યો જ સંત હોય,
ક્યારેક પીળા પાન મહીં પણ વસંત હોય
પરસેવે રેબઝેબ મેલો ઘેલો આદમી,
સાહિલ કુબેરથીય વધારે શ્રીમંત હોય
વાહ! સંઘરી ક્રાખવાનું મન થાય .
By: યશવંત ઠક્કર on 11/13/2010
at 9:48 PM