Posted by: bazmewafa | 10/29/2010
ગઝલ:તને યાદ તો હશે—કિસન સોસા
રાત જીવ્યા તો સહર જોઈશું,
લોહી ભીનું આ નગર જોઈશું.
–દીપક બારડોલીકર
તને યાદ તો હશે—કિસન સોસા
એ લાગણીનું ગામ તને યાદ તો હશે,
તારો જૂનો મુકામ તને યાદ તો હશે.
મેડીએ તું હતી અને દીપ ધૂંધળો,
કસબો એ સૂમસામ તને યાદ તો હશે.
તારી પલકની છત તળેથી આવતો જતો,
એ છોકરો અનામ તને યાદ તો હશે.
ચહેરો કદાચ આજ તને યાદ હો ન હો,
આંખોની એ સલામ તને યાદ તો હશે.
મુજ આહટે એ આવવું દીવાને ખાસથી,
તારું દીવાને આમ, તને યાદ તો હશે.
જે તિશનગીમાં જાગતું’તું આગિયા સમું,
ખોવાયેલું એ નામ તને યાદ તો હશે.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, History, KisanSosa, Sher, Shero shayri
આપના પ્રતિભાવ