Posted by: bazmewafa | 10/29/2010

ગઝલ:ભઈલા—અઝીઝ કાદરી

બધો આધાર છે એની જતી વેળાના જોવા પર,

મિલનમાંથી નથી મળતા મહોબ્બતના પુરાવાઓ.

                                        —મરીઝ

  

ભઈલા—અઝીઝ કાદરી

 

પડછાયાથી પોતાના ડરી જાય છે ભઈલા,

કેવો છે વગર મોતે મરી જાય છે ભઈલા.

 

હદ થઈ ગઈ જેણે તને બરબાદ કર્યો છે,

એનીજ સભામાં તું ફરી  જાય છે ભઈલા.

 

ડરપોક છે ડરપોક છે ડરપોક નર્યો તું,

ગરમીમાં બરફ જેમ ઠરી જાય છે ભઈલા.

 

મલતી નથી સહેલાઈથી ગઝલોને યુવાની,

માથાના બધા વાળ ખરી જાય છે ભઈલા.

 

શાણાઓ બગીચામાંથી લઈ જાય છે ફૂલો,

તું પાલવે શૂળોજ ભરી જાય છે ભઈલા.

 

સંગતની કદર હોયતો આ જામ ભર્યો પી,

રંગતનો સમય વહેલો સરી જાય છે ભઈલા.

 

મિત્રોમાં જવું છે ને અઝીઝ આજ ઘરેથી,

સંતાડી બગલમાં તું છરી જાય છે ભઈલા. 

 


Responses

  1. સરસ…
    મલતી નથી સહેલાઈથી ગઝલોને યુવાની,
    માથાના બધા વાળ ખરી જાય છે ભઈલા…
    ‘ ખળી’ માં typo error લાગે છે.”ખરી” હોવુ જોઇએ ને ?

  2. મલતી નથી સહેલાઈથી ગઝલોને યુવાની,
    માથાના બધા વાળ ખરી જાય છે ભઈલા.
    સરસ શેર…..

  3. મલતી નથી સહેલાઈથી ગઝલોને યુવાની,
    માથાના બધા વાળ ખરી જાય છે ભઈલા.
    Sunder..aaj sher gami gayo…

  4. સરસ ગઝલ. બન્ને મરીઝ સાહેબ અને અઝીઝ સાહેબ તેમની ઉત્તમ રચના સાથે.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers