Posted by: bazmewafa | 10/13/2010
નર્મદાને તીરે—મવ.સૈયદ સુલેમાન નદવી(રહ.)

નર્મદાને તીરે—મવ.સૈયદ સુલેમાન નદવી(રહ.)

મવ.સૈયદ સુલેમાન નદવી(નવેંબર22-1884**નવેંબર22-1953)
મૌલાના સૈયદ સુલેમાન નદવીનો જન્મ બિહારના પટના ના એક ગામ ડસનામાં નવે.22-1884માં થયો હતો.ભારતની ખ્યાતનામ અરબી વિશ્વવિદ્યાલય નદવતુલ ઉલમા લખનવ માં અરબી સાહિત્ય,ઇતિહાસ,ઇસ્લામી કાયદા શાસ્ત્ર,ફિલસૂફી,તર્કશાસ્ત્ર,હદીસ અને કુર્આનના દર્શનશાસ્ત્રનો અભ્યાસ પૂરો કર્યો.તે સમયના મહાન વિદ્વાન લેખક અને ઇતિહાસકર મૌલાના શિબ્લી નોમાની પાંસે વિદ્યા પ્રાપ્ત કરવાની તક સાંપડી.તેમના ઉત્તમ શિષ્ય તરીકે તેમની સાથે રહી સિરતુન્નબી(પયગંબર હઝરત મુહમ્મદ સલ.નું જીવન ચરિત્ર)સાત ખંડોમાં લખવા ભાગ્યશાળી થયા. નદવતુલ ઉલમા વિશ્વ વિદ્યાલયમાં એમણે લાંબો સમય સુધી પ્રોફેસર તરીકે પણ સેવા બજાવી. 1940માં અલીગઢ યુની.એ એમને ડી.લીટ.ની પદવીથી સન્માનિત કર્યા. જંગે આઝાદીના રુહે રવાં મૌલાના અબુલકલામ આઝાદ સાથે રહી એમના સાપ્તાહિક અલ્બલાગ અને અલહિલાલનું સંપાદન પણ કર્યું.( જે સામયિકો આઝાદી માટેનાં લેખો બદલ અંગ્રેજ સરકારે જપ્ત કરી બંધ કરાવ્યા હતા.)
‘ખુદબાતે મદ્રાસ’(મદ્રાસનાં વ્યાખ્યાનો)નામનું એમનું પુસ્તક આંતર રાષ્ટ્રિય ખ્યાતિ ધરાવે છે. ઉર્દૂ.,ફારસી,અરબીમાં એમના સંખ્યાબંધ પુસ્તકો સમગ્ર સાહિત્યિક વિશ્વમાં ઘણો ઉંચો દરજ્જો રાખે છે. એમના સંશોધન સાહિત્યના નમૂના રૂપે આ નઝમ એમણે લખી છે. જેમાં નર્મદા નદીનાં તીરે ઉતરેલા અરબ કાફલાનો ઉલ્લેખ છે.અને નર્મદા એ ભરૂચના સર્જનમાં આપેલા કિંમતી ફાળાનો ઉલ્લેખ છે.
Like this:
Be the first to like this post.
Posted in Article, ઇતિહાસ, કવન, કાવ્ય, ગઝલ, નઝમ, પદ્ય, માહિતી, માહિતી લેખ, મુશાયરો, શાયરી, શેર, Urdu Gazhal | Tags: કાવ્ય, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Saiyad Suleman Nadvi, Urdu Nazam
આપના પ્રતિભાવ