Posted by: bazmewafa | 10/13/2010

નવલિકા: દંભીપ્રેમ — જય ગજજર, C,M., M.A..

દંભીપ્રેમ — જય ગજજર, C,M., M.A..

કમલે એકસપ્રેસ મેઈલથી આવેલ કવર ખોલ્યું. એક ટૂંકો પત્ર વાંચી એનાં અંગે અંગ ધ્રૂજવા લાગ્યાં.

“કેમ બેટા, એકાએક શું થયું?”

કમલે કાગળ એના ડેડીને આપ્યો.

સેવંતીલાલ પત્ર વાંચવા લાગ્યા.

‘કમલ, તારા ડેડીના સંગમાં મજામાં હોઈશ. અહીંના સમાચાર જાણી તું ભાંગી નહિ પડે કારણકે તારા ડેડીના સાથમાં છે. મંદીને કારણે જનરલ મોટરે સાતસો કર્મચારીઓને છૂટા કર્યા છે. એમાં તારો નંબર આવી ગયો છે. તારી નોટિસ સાથે એક લાખ ડોલરનો ચેક આવ્યો હતો. એ મેં વટાવી લીધો છે. ઘર મેં વેચી નાખ્યું છે. આપણું બેંક બેલેન્સ મારા ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યું છે. મારાં મમ્મી ડેડી સાથે હું એક એપાર્ટમેન્ટમાં રહેવા ચાલી જાઉં છું. તારાં ડેડીમમ્મી મને નહોતાં ગમતા એટલે મેં એમને અહીં બોલાવ્યાં ત્યારથી તું એમને ધિકકારતો અને મારી સાથે  તારાં મમ્મીડેડીનો પક્ષ લઈ રોજ ઝઘડતો. હવે તને બધામાંથી મુકિત. તારાં ડેડીમમ્મી સાથે આનંદમાં રહેજે. આ કલ્પનાને મળવાની કલ્પનાય ના કરતો.”

પત્ર વાંચી સેવંતીલાલ એટલું જ બોલ્યા, “બેટા, મેં તને શી સલાહ આપી હતી?”

“હા ડેડી, તમે મિલ્કત મારે નામે જ રાખવા સલાહ આપેલી, પણ કલ્પનાને હું એટલો બધો પ્રેમ કરતો હતો કે હું એને બધી રીતે મારી અર્ધાંગના જ ગણતો હતો એટલે એની મહેચ્છાને કેવી રીતે અવગણી શકું? અમેરિકામાં પતિપત્નીન ું જોઈન્ટ  ખાતું જ  હોય. એનો મારા પરનો વિશ્વાસ દઢ કરવા મેં ઘર એના નામે જ લીધેલું. મારી ભૂલ તરફ આંગળી ચીંધી તમે મને રોકેલો. પણ એને નારાજ કરવા માગતો નહોતો એટલે મેં તમારી સલાહ અવગણી હતી.”

“કલ્પનાના દંભપ્રેમની મને ગંધ આવી ગઈ હતી પણ યુવાનીની ઘેલછામાં તું ઓછો એક બુઢ્ઢા બાપને માનવાનો હતો? હવે શું કરીશ?  “

“મેં એક કુપાત્રની સચ્ચાઈને સમજવામાં જે ભૂલ કરી તેને સદાને માટે ભૂલી અહીં જ નોકરી શોધી મારાં મમ્મીડેડીના સંગમાં નવા જીવનનો આરંભ કરીશ.” કહેતાં એના ડેડીના હાથમાંથી પત્ર ખૂંચવી એના ટૂકડે ટૂકડા કરી કચરા પેટીમાં નાખી બાથરૂમમાં નાહવા ગયો. જાણે કલ્પનાને સદા માટે નાહી નાખી.

  

C.M., M.A. 41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : gajjar@mail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

 


Responses

  1. સુન્દર ટુંકી વાર્તા.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers