Posted by: bazmewafa | 10/10/2010

ગઝલ:મંઝિલ મળ્યા વિના—બેફામ

મંઝિલ મળ્યા વિના—બેફામ

  

મંઝિલ મળ્યા વિના ન અટકતે હું ચાહમાં,

તારો જ અંતરાય નડ્યો તારી રાહમાં.

 

મારા બધાજ શ્વાસમાં એની જરૂર છે,

આવે છે ઓ ખુદા, જે ફકત મારી આહમાં.

 

દુ:ખના દિવસ બહુ હવે જોવા નહીં પડે,

આંખોનું તેજ જાય છે અશ્રુ પ્રહવાહમાં.

 

નાસ્તિક અગર હો કોઈ તો એ ખુદકુશી કરે,

એવી કસોટી થઈ છે ખુદાની પનાહમાં.

 

મિત્રો કનેય માંગવા જેવું રહ્યું નથી,

જે કંઈ હતું એ આપી દીધું છે સલાહમાં.

 

અંજામ મારો જોઈને બીજા બચી ગયા,

લ્યો આટલું તો પુણ્ય છે ગુનાહમાં.

 

બેફામ એની ગોદમાં સુવું છે ચેનથી,

આવે ભલે એ મારી કબર થઈને રાહમાં.

 (સૌજન્ય:માનસરપુ.105)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers