Posted by: bazmewafa | 09/22/2010

ગઝલ:અંચઈ નહિ કરવાની — કીર્તિકાન્ત પુરોહિત

અંચઈ નહિ કરવાની — કીર્તિકાન્ત પુરોહિત

 

દાવ જે પટમાં મળે રમવાનું, અંચઈ નહિ કરવાની

દાવ દેતા જઈ હુંતુંતું કરવાનું, અંચઈ નહિ કરવાની

 

લોહીમાં ચરબીના કણ બનતા રહે, વધતા યે રહે

જોર ખુદનું જોઈ ઉછળવાનું, અંચઈ નહિ કરવાની

 

લ્યો લખાવું બાળપણનું એક લીટીમાં ઉપનિષદ

ખડખડાટે  નાભિથી હસવાનું, અંચઈ નહિ કરવાની

 

રેત-શીશી જિંદગીની મધ્યમાં મળશે સાંકડી

સહેજ સંકોડાઈને સરવાનું, અંચઈ નહિ કરવાની

 

એમ આઉટ પણ થવાનું નહિ રમતમાં જોડાઈને

છેક અંતિમ શ્વાસ લગ લડવાનું, અંચઈ નહિ કરવાની

 

તાજ ઇસુનો કાંટાળો કે ‘કીર્તિ’નો   ગજરાળો મળે 

આપણે તો માથું બસ ધરવાનું, અંચઈ નહિ કરવાની


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers