Posted by: bazmewafa | 09/18/2010
ગઝલ:હસી નથી શકતા—-અમૃત ઘાયલ
ગઝલ:હસી નથી શકતા—-અમૃત ઘાયલ
મુક્ત રીતે હસી નથી શકતા,
એ હૃદયમાં વસી નથી શકતા.
હોય જેની કને ન રસ દ્રષ્ટિ,
એ જીવનને રસી નથી શતા.
હોય ડરપોક યાને કે જે કાયર,
ભેઠ તેઓ કસી નથી શકતા.
કોણે કીધું કે તને સર્પો જેમ,
રાફડાઓ દસી નથી શકતા
એવા બાંધ્યા છે અમને મુશ્કેટાટ,
કે ચસી કે હસી નથી શકતા
જેમ ઘાયલ હસે છે દીવાના,
એમ દાના હસી નથી શકતા.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: - અમૃત ઘાયલ, Amrit Ghaayal, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ