Posted by: bazmewafa | 09/15/2010
અછાંદસ:આંધળો સન્નાટો—આદિલ મનસૂરી
આંધળો સન્નાટો—આદિલ મનસૂરી
આંધળો સન્નાટો
અવકાશની ગુફામાં ફરી રહ્યો છે
દરેક આકારોના ચહેરાને ચુંબન કરે છે
દૂધિયલ ચન્દ્રની ઠંડક
આંગળીઓની સ્પર્શી રહી છે
અજાણ્યા ઉદ્દેગનો સૂરજ
રકતવાહિનીઓમાં દોડી રહ્યો છે
એક ઝેહરીલો સાંપ
કાળી ઝાડીઓમાં સરકી રહ્યો છે
લાલ પીળી ઇચ્છાઓનો તૂટવાનો ઘોંઘાટ
ઘાયલ દેહના ખંડેરોમાં
હજી પણ ગુંજી રહ્યો છે
(હશ્રકી સુબ્હ દર્ખશાં હો-ઉર્દૂ કાવ્ય સંગ્રહમાંથી અનુવાદ—વફા)
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: Adil Mansuri, અછાંદસ, આદિલ મન્સૂરી, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, Sher, Shero shayri
આપના પ્રતિભાવ