Posted by: bazmewafa | 09/13/2010

ગઝલ:ભેજ હોવો જોઈએ—મનીષ પરમાર

ભેજ હોવો જોઈએ—મનીષ પરમાર

 

ગુપ્ત દસ્તાવેજ હોવો જોઈએ,

આંસુઓમાં ભેજ હોવો જોઈએ.

 

શબ્દમાં તારી અસરનો કેફ છે,

શે’ર એથી તેજ હોવો જોઈએ.

 

શૂન્યતાનું કોઈ સરનામું નથી,

આ દિવસ નિસ્તેજ હોવો જોઈએ.

 

કેટલા સાથે ચહેરા લઈ ફરું,

આયનો સામેજ હોવો હોવો જોઈએ.

  

રંગ બદલાયા કરે છે સાંજના,

 સૂર્ય એનો એજ હોવો જોઈએ.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers