Posted by: bazmewafa | 08/19/2010

ગઝલ :કોણ માનશે ?–અહમદ ગુલ

કોણ માનશે ?–અહમદ ગુલ

 

મૌને   ઘવાયા  કોણ   માનશે ?

શબ્દે  રૂઝાયા    કોણ  માનશે ?

 

ચઢતા    વહેણે   જુઓ  અમે ,

ઊભા  તણાયા  કોણ   માનશે? 

 

દિલ જૂઠ ના બોલે એનાય કંઈ,

કારણ  અપાયા  કોણ   માનશે? 

 

એ  અવનવા  વેશે   ડરાવે  છે, 

મારી  જ છાયા  કોણ  માનશે? 

 

ગાલીબના ઘરમાં ગઝલ રેલ ના, 

પાણી  ભરાયા   કોણ  માનશે? 

 

આ  ભીડના   એકાંત   ઓરડે, 

હું-તું   પુરાયા   કોણ   માનશે? 

 

‘ગુલ’    પાનખરમાંયે   વસંતના, 

ગીતો   રચાયા   કોણ   માનશે ?


Responses

  1. અહમદભાઈ એ પણ કમાલ કરી..હું એક ગઝલ મોકલુ કોણ માનશે ઉપર?
    સપના

  2. જ્ર્રૂરથી મોકલશો.જરા છંદના લિહાજ સાથે.
    વફ

  3. સરસ ગઝલ ગુલ સાહેબ.

    ગાલીબના ઘરમાં ગઝલ રેલ ના,
    પાણી ભરાયા કોણ માનશે?


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers