Posted by: bazmewafa | 08/11/2010

ગઝલ: કફનની છેડછાડ–વલી લખાણી

કફનની છેડછાડ–વલી લખાણી

 

એ શમાં, ના કર પતંગાના જીવનની છેડછાડ,

આગ કંઈ કરતી નથી કો’ દી પવનની છેડછાડ.

 

પુષ્પને ઓ ચૂંટનારા, કંટકોનો ખ્યાલ કર,

કંઈક જખ્મી થઈ ગયા કરતાં સુમનની છેડછાડ.

 

ક્યાંક કહી દેશે થઈ વાચાળ મારી ઉર્-કથા,

ઓ હૃદય ,રે’વાજ દેજે તું નયનની છેડછાડ.

 

બહારમાં મળવાનું દીધું’તું મને એણે વચન,

ઓ ખિંજા કરજે નહીં આજે ચમનની છેડછાડ.

 

પ્રજળી ઊઠશે દિલનો અગ્નિ, અશ્રુઓ ઊભરી જશે,

તું નયનથી કર નહીં મારાં નયનની છેડછાડ.

 

આવતાં તેઓ હશે મળવા મને અબ ઘડી,

મોત ! બે પળ ધૈર્ય કર,ના કર જીવનની છેડછાડ.

 

જિંદગી આખી રગદોળાય ચાલી ધૂળમાં,

કબ્રની માટીએ ! હવે ના કર કફનની છેડછાડ.

 

કંઈક તાજા થશે જ્ખ્મો ફરી આજે ‘વલી’,

તું કરે કાં વેદના-ભરપૂર કવનની છેડછાડ.

 

 

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers