Posted by: bazmewafa | 07/29/2010
ગઝલ:પાલવ નથી થતો—ભગવતીકુમાર શર્મા
પાલવ નથી થતો—ભગવતીકુમાર શર્મા
ઝંખું છું એવો ધન્ય અનુભવ નથી થતો,
ઉંબબર પે આસમાનનો પગરવ નથી થતો.
સ્વપ્નામાં છાનેમાને મળી લૌં અલપ ઝલપ,
અરિયામ કૈં મિલનનો મહોત્સવ નથી થતો.
મુડદલ જેવાં ફૂલ તો એમજ પડી રહ્યાં,
કોયલને ટહુકે બાગમાં વિપ્લવ નથી થતો.
ચકલીની છે પસંદ અરીસાની વંચના,
ભ્રમ છે જે એને મન કદી વાસ્તવ નથી થતો.
અશ્રુ વહનની ટેવ છે આંખોને કાયમી,
ભીનો પરંતુ કોઈનો પાલવ નથી થતો.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, ભગવતીકુમાર શર્મા, મુશાયરો, શાયરી, શેર, BhagvatikumarSharma, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shayri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ