Posted by: bazmewafa | 07/29/2010

અછાંદસ:મમ્ –અનુભૂતિ—અદમ ટંકારવી

મમ્ –અનુભૂતિ—અદમ ટંકારવી

 

If you were I, tell  me .how would you feel?

Nevel Vassel

 સુજ્ઞ શ્રી,

તમને મારા પ્રત્યે સહ- અનુભૂતિ છે આભાર !

એક ડગલું આગળ વધો તો

મમ-અનુભૂતિ થાય

સહેલું છે:

નવમા ધોરણમાં વિદ્યાર્થી નિબંધ લખે છે ને?

‘જો હું દેશનો વડા પ્રધાન હોઉં તો’

એવુંજ, સુજ્ઞ શ્રી

જો તમે હું હોઉં તો-

જેના પર તલવાર ઝીકાય એ ગરદન તમારી હોય

જે આગમાં ફ6ગોલાય એ સંતાન તમારું હોય

જે ભાઈ ગોળી થી વિંધાય એ ભાઈ તમારો હોય

જે સલગવાય એ ઘર તમારું હોય

જે લૂંતાય એ દુકાન તમારી હોય

જે ઘવાય એ સ્વમાન તમારું હોય

તાત્પર્ય

હું તમે,તમે હું,અદલાબદલી, સ્થાન ફેર

હું ઘરમાં ,તમે રાહત છાવણીમાં

હું તાવું, તમે તાવણીમાં

 (ઓથાર*2002-5)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers