Posted by: bazmewafa | 07/26/2010

સોનેરી ધૂળ1—દીપક બારડોલીકર

જનાબ દીપક બારડોલીકરના લઘુકાવ્યો1—દીપક બારડોલીકર

 1

 વિદાય લેતા

સૂર્યનો સ્પરશ હતો

ને ધૂળ સોનેરી થઈ ગઈ!

2

હું પ્રેમ કરું છું

અને

 પ્રેમને હદ હોતી નથી!

3

ઓ ખુદા!

ઓ ખુદા! હું અમસ્તો કવિતા કરતો નથી

મને તારા સર્વે સર્જનો ગમે છે!

તે મને ઘેરે છે!

કવિતા કરવા પ્રેરે છે!

હું

અમસ્તો કવિતા કરતો નથી!

4

પહાડ

કોઈક દિવસ

‘ઘડીમ’કરતોક ને

તળેટીમાં ધસી પડે તો પણ

પહાડ! પહાડ છે.

કોતરથી એ સારો!

5

મોટાઈ

માની સેવામા

નત મસ્તક બની રહો,

તમને મોટાઈ

મળશે!

6

 અજવાળું

દીવો સોનાનો હોઈ શકે

પરંતુ

કયાંથી લાવીશું

સોનાનું અજવાળું!

—————-

 

હૈયું હાતિમ આપણું

છું અમીરોનો અમીર

7

મુલાયમ હાથ

નદીઓમાં પૂર,શી ચીજ છે.

હું સુનામીમો સામનો કરી લઈશ!

બસ,તારો મુલાયમ હાથ

મારા હાથમાં રહેવો જોઈએ!

8

સપનાંની વાત

મને

સપનાં જોવાનું ગમે છે

અપંગ હોવા છતાં,

સપનામાં હું ડોદવા લાગું છું

ફૂટ બૉલર બનું છું

ને મિલ્યનર બની જાઉં છું

હા,

સપનાં જોવાનું મને ગમે છે.

9

બરફનો ગુસ્સો

બરફને

અગર ગુસ્સો આવવા લાગે

તો જોખમમાં મુકાઈ જાય

તેનું પોતાનું અસ્તિત્વ!

10

બકરાની મરજી

કતલખાનામાં

કસાઈની છૂરી ચાલે છે!

બકરાની મરજી ચાલતી નથી!

————

એક દીવો જલાવ શ્રધ્ધાનો

શક્યાતાના ઉઘાડ દરવાજા

11

કબૂતર

કબૂતર અગર તમારાં છે

તો જરૂર ઉડાડો,

આકાશમાં ચકરવા લઈને

પાછાં તમારી પાંસે આવશે.

પારકાં કબૂતર પાછં આવતાં નથી!

12

બરફનો તોડો

આ બરફ ઓગળવાનો હશે ત્યારે ઓગળશેૢ

અત્યારે તો એને તોડો,

કે ઉદાસી ઓછી થાય !

ખાલી પ્યાલીઓ છલકાય!

13

નવો તમાશો

સૂરજ

કંઈ કેટલા યુગથી

દરરોજ ડૂબે છે.

કંટાળી ગઈ છે પૃથવી પણ

એકનો એક ખેલ જોઈને!

આકાશને કહો

કોઈ નવો તમાશો દેખાડે!

14

અમાનત

ગુસ્સો

ગાંડા માણસની અમાનત છે.

એ તેને પાછી સોંપી દો!

15

મતૃ હ્રદય

મતૃ હૃદય કેવડું

એવડું

કે જેની સામે

દરિયો લાગે તલાવડું!

(‘સોનેરી ધૂળ’ ના સૌજન્યથી)


Responses

  1. Wonder full……
    You are also invided to view my blog on http://chavdamahesh.wordpress.com/


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers