Posted by: bazmewafa | 07/22/2010

કોને મળું? -જય ગજજર

વફા’ અર્વાચીન ગઝલ કાવ્યોનો એક વફાદાર રસિક કવિ.— જય ગજજર

મોહંમદઅલી ભૈડુ નામ ટોરોન્ટો અને આસપાસના વિસ્તારમાં કદાચ ઘણાને નવું લાગે પણ કવિ વફાકહો તો સાહિત્યના રસિયા માટે એ નામ બિલકુલ નવું ન લાગે. મુશાયરાઓ કે સાહિત્યિક કાર્યક્રમોમાં એ જોવા મળે જ. નોર્થ અમેરિકાના જે થોડાઘણા કવિઓ ગઝલકારો છે એમની હરોળમાં બેસી શકે એવા એ કવિ છે, ગઝલકાર છે, શાયરીઓના ગણનાપાત્ર કવિ છે. શબ્દસેતુ’  કે શ્વર અક્ષરની નિયમિત મળતી સભાઓમાં એ હાજર હોય જ .અને પોતાની શાયરીઓ એમના મુકતકંઠે લલકારી સૌનાં હૈયાં જીતી લેવાની કળામાં એ કુશળ છે. 
એમનો કાવ્યોનો સંગ્રહ-કોને મળુ હું વાંચી ગયો. લગભગ દોઢસો જેટલાં એમનાં કાવ્યોનો રસાસ્વાદ મેં આનંદભેર માણ્યો. એક રસીલા, રંગીલા, પ્રણય ગીતો અને ઊર્મિકાવ્યોના એક
મજેદાર સારા કવિ તરીકે મારા પર છાપ પડી. એમનાં કાવ્યો સરળ, મધુર, રસીક, હૃદયસ્પર્શી, સુગમ સંગીતનો રસાસ્વાદ કરાવતાં વૈવિધ્યપૂર્ણ વિષયવસ્તુ ધરાવતાં કાવ્યો વારંવાર વાંચવાં ગમે એવાં છે. એમાં ભાષાનું લાલિત્ય, માધુર્ય, શબ્દોની રમઝટ, ઉર્દુ શબ્દોનો ઉભરો છે.
કવિ ખીલે છૈ એમનાં પ્રણય કાવ્યોમાં, હૈયાની આરઝુમાં, જીવનના વિલાપમાં, સંબંધોની વિષમતામાં.કવિના મનમાં અનેકવાર અનેક સવાલો ઝબકે છે એટલે જ આ કવિ ઘણી વાર સવાલો કરતા જણાય છે,
મળે જો ન મંઝિલ સફરને કયાં દોષો,
ઊતારે ઊતારે વિચારોનું જંગલ
કે પછી,
નજરથી થતીતી જિગરની યે હોળી,

નયનમાં હવે કયાંક છે ધાર જેવું.


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers