Posted by: bazmewafa | 07/21/2010
ગઝલ:હવે સૂર્ય નામ છે—અદમ ટંકારવી
હવે સૂર્ય નામ છે—અદમ ટંકારવી
બારાખડી વટાવ પછી એક મુકામ છે
ભાષાભવનને પાર ફકીરોનું ધામ છે
તમને અડ્યો ને ટેરવું ઝળહળ થઈ ગયું
નાની- શી એ ઘટનાનું હવે સૂર્ય નામ છે
એના વિચાર એની લગન એની ચાકરી
લઈ દઈને આપણે તો હવે એ જ કામ છે
ઘર શૂન્ય ગામ શૂન્ય ને પીન કૉડ પણ શૂન્ય
દીવાનગીનું તો ક્યાં કશું નામ ઠામ છે
તોબા કરી તો એનું પરિણામ જોઈ લ્યો
છે દિલ હવે સુરાહી ને આંખ જામ છે
સ્મશાન વત બજારો કબરવત ઘરો અદમ
લાગે છે કોઈ સંત વિનાનું આ ગામ છે
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, પદ્ય, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Dr.AdamTankarvi, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri
આપના પ્રતિભાવ