Posted by: bazmewafa | 06/14/2010

ગઝલ:સૂરજના સપનને—શેખાદમ આબુવાલા

સૂરજના સપનને—શેખાદમ આબુવાલા

 

આ ચાંદની આંખે જૂઓ સૂરજનાં સપનને

આકાશની લીલામાં તો શામેલ છે બન્ને.

 

પામરને તમે આપી છે આ કેવી બુલંદી

ઊંચેથી મને પટકો ને સોંપી દો પતનને.

 

ફૂલોને જો હસવાનો અધિકાર નથી તો

સળગાવી દો તમે મિત્રો એવા ચમનને

 

એ શક્ય નથી એટલે આવ્યો છું વતનમાં

નહિતર હું સાથેજ લઈ જાત વતનને

 

બંધનથી રહી દૂર એ વિસ્તરતું રહ્યું છે

સીમાંઓમાં બાંધી ન શકયું કોઈ ગગનને

 

છોડ્યું છે સુરાલય છ્તાં ઝરમરમાં તો આદમ

તરસું છું હજી પ્યાસને  પ્યાલાને પવનને

 

આદમને ખબર આખરી સર્જન છે એ તેથી

રંગીન લિબાસોને તજી લીધું કફનને

 


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers