Posted by: bazmewafa | 06/09/2010
ગઝલ: હુકમનું પાનું છે —અમૃત ઘાયલ
હુકમનું પાનું છે —અમૃત ઘાયલ
આપણું તો ફકત બહાનું છે,
રાજ કરપીણ્ કાયદાનું છે.
કોઈ તત્પર નથી અમલ તજવા,
તંત્ર આખું અમલ દીવાનું છે.
કૈં નૂર નથી *બાહયાનું અહીં,
મૂલ્ય અહીં માત્ર *બે હયાનું છે.
એમના આગમનનું શું કહેવું,
એમનું આગમન બલાનું છે.
આ7ખ છે કિંતુ સાવ છે કોરી,
દિલ છે કિંતુ દરદ વિનાનું છે.
કમ નથી એમનું સહિષ્ણું પણું,
એય ષડયંત્ર એક છાનું છે.
બક્ષો કાનુનને વધુ વિસ્તાર,
ત્રાસ માટે એ ક્ષેત્ર નાનું છે.
શ્વાસ અહીંના છે લોહની જંઝીર,
આયખું ઘોર કેદખાનું છે.
છે અશન પણ હવા નિવાસ હવા,
અંગ પર શસ્ત્ર પણ હવાનું છે.
તેજ હરગિજ હરામનું ન ખપે,
આપણે તો આ તિમિર મજાનું છે.
એની પાસે છે ,’એકો’ તો ‘ઘાયલ’
મારી પાંસે હુકમનું પાનું છે.
બા હયા=:લજાશીલ
બે હયા=:લજ્જા શૂન્ય
Like this:
Be the first to like this post.
Posted in કલા, કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry | Tags: કવિતા, કાવ્ય, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Hazhal, Sher, Shero shayri
As salamu alaikum
It is nice to see your web and beautiful ghazal.One of our brother Yunus Shaikh from Canada just introduced to me this site. I write in urdu and participate in Urdu World Forum. I introduce my name as:-
ABD ka bus nahin koi jab tak na ho AL’SAMAD razi- Voh razi ho jayae to ham ne jeet li hy bazi.
Abd Al’Samad
With kind regards and salam to all at your website… Fiamanullah
By: Abdus Samad Shaikh on 06/14/2010
at 12:32 AM