Posted by: bazmewafa | 05/28/2010
ગઝલ :અનુભવ થાય છે-ભરત ભટ્ટ’તરલ’
અનુભવ થાય છે-ભરત ભટ્ટ’તરલ’
<
મીણબત્તી જેમ બળવાનો અનુભવ થાય છે,
હા, ફરી પાછા પીગળવાનો અનુભવ થાય છે.
જે ગલી જોવા વિશે સોગંદ લીધાતા અમે,
એ જ રસ્તેથી નીકળવાનો અનુભવ થાય છે.
રોજ ઊગવાનુંજ છે એને નસીબે તે છતાં,
આ સૂરજને રોજ ઢળવાનો અનુભવ થાય છે.
ને નથી સારો અનુભવ આમ તો વિયોગનો,
એથી કડવિ કૈંક મળવાનો અનુભવ થાય છે.
એને મળવાનો’તરલ’ આનંદ પણ વિશેષ છે,
જેને પીડાઓ ચગળવાનો અનુભવ થાય છે.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, BharatBhatt'Taral', Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Sher, Shero shayri
આપના પ્રતિભાવ