ગઝલ:યાદ હોય તો ? રતિલાલ અનિલ
વીતી ગયેલ એક સમય યાદ હોય તો ?
સાંધી શકાય એવો યે સંવાદ હોય તો ?
કરવા સમાન કોઈ પણ ફરિયાદ હોય તો ?
વાતો કરી શકાય એવો વાદ હોય તો ?
એકાંતમાં યે વ્યગ્ર કંઈ જેહાદ હોય તો ?
પાડ્યા વિનાના નમનો ફરહાદ હોય તો ?
પળનો હિસાબ શું વળી, પર્વો વહી ગયાં!
એ કાળના હિસાબમાં અપવાદ હોય તો ?
લાંબો સમયતો આપણી ગણનામાં હોયના,
તો પણ અગર થોડીક ક્ષણો બાદ હોય તો ?
થોડુંક ગણગણો અને થોડા કદમ ભરો,
દિશા મળી રહેશે અગર સાદ હોય તો .
ઝંઝા પછીની લ્હેરખી કહેતી હતી ‘અનિલ’,
પગરવ મળી રહે છે ,અગર નાદ હોય તો .
(અલવિદા-6)
તારા ગયા પછી
કેવી અજબ સુવાસ છે તારા ગયા પછી,
જાણે તું આસ પાસ છે, તારા ગયા પછી
સૂરજ તપે છે તે છતાં જાણે વસંત છે,
તારો હવામાં શ્વાસ છે, તારા ગયા પછી
(અલવિદા-7)
આપના પ્રતિભાવ