પાસે છે—રાજ લખતરવી
ધૂમ દોલત ફકીર પાસે છે,
દોસ્ત પારસ કબીર પાસે છે.
જે નથી હાથને ય હાથ વગી,
ચીજ એ સૌ લકીર પાસે છે.
એમ હતું કે હશે ખજાનો પણ ,
ધૂળ ચપટી શરીર પાસે છે.
મુક્તિ છે ઓળ ધોળ એનાં પર,
એવું તે શું અસીર પાસે છે.
આંખ સામે ઊભો રહ્યો જઇને,
આજ ખુદ લક્ષ્ય તીર પાસે છે.
દૂર મંઝિલ ભલે ગમે ત્યાં હોય,
રાહ તો રાહગીર પાસે છે.
‘રાજ’જે માંગે તે તને આપે,
ખૂશ્બૂ સઘળી સમીર પાસે છે.
આપના પ્રતિભાવ