Posted by: bazmewafa | 05/16/2010
ગઝલ:જોઈ લે—મીરા આસિફ
જોઈ લે—મીરા આસિફ
આંગણે ઝંઝા ઉગે છે જોઈ લે,
કેટલી અફવા ઉગે છે જોઈ લે!
વીંઝણા વીંઝાય તારી યાદના,
સ્પર્શ પણ મૂંગા ઉગે છે જોઈ લે!
રાતભર મ્હેકી નજરમાં ગુલછ્ડી,
દ્ર્શ્ય પણ કેવા ઉગે છે જોઈ લે!
રેતમાં રમતી ગઝલને જોઈ લે!
આંખમાં કૂબા ઉગે છે જોઈ લે!
આ કિનારે કોક તો ડૂબ્યું હશે,
પ્રિતની આભા ઉગે છે જોઈ લે!
હું નદીને ચીતરું છું પ્યાસ પર,
મન મહીં ગંગા ઉગે છે જોઈ લે!
શું લખું આસીફ ગઝલમાં તને,
હાથમાં કાંટા ઉગે છે જોઈ લે!
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મીરા આસિફ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Meera Asif, Sher, Shero shayri
saras gazal Che..
By: Manav on 05/17/2010
at 1:43 AM