Posted by: bazmewafa | 05/14/2010
ગઝલ:સિકંદરનો વ્હેમ છે—હારૂન પટેલ (ગ્રેટ બ્રિટન)
ગઝલ:સિકંદરનો વ્હેમ છે—હારૂન પટેલ (ગ્રેટ બ્રિટન)
છે ધૂળનું ઢેફું છતાં પથ્થરનો વ્હેમ છે,
અદનો છે આદમી ને સિકંદરનો વ્હેમ છે.
ખાબોચિયું છે એતો હકીકતમાં છતાં,
ઘૂઘવે છે એમ જાણે સમંદરનો વ્હેમ છે.
ખુદનાજ ઘરના માર્ગની જેને નથી ખબર,
ભૂલ પડી ગયેલને રેહબરનો વહેમ છે.
આ કાફિયા, રદીફની ગતાગમ નથી છતાં,
એવા ઘણાં છે જેમને શાયરનો વ્હેમ છે.
પડછાયો જોઈ ખુદનો ડરી જાય છે ‘હારૂન’
ડરપોક માનવીનેય બાબર નો વ્હેમ છે.
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, મુશાયરો, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Harun Patel, Sher, Shero shayri
કવિએ વ્હેમ છે જેવો ભરપૂર અને અવકાશથી ભરેલો સુંદર રદિફ અર્થસૂચક કાફિયા સાથે પ્રયોજી સરસ કવિકર્મનો પરિચય આપ્યો.
-અભિનંદન.
મારા બ્લોગ http://www.drmahesh.rawal.us પર ગઝલોના આસ્વાદ માટે પધારવા નિમંત્રણ.
By: ડૉ.મહેશ રાવલ on 05/15/2010
at 1:52 PM