સનમ—ધ્વનિલ પારેખ
પ્રત્યેક શ્વાસ પર મેં કરી છે સહી સનમ,
ચિઠ્ઠિ હવાની શાહીથી મેં લખી સનમ.
જાણું છું સ્પર્શની તેંતો ચાદર વણી સનમ.
ચાદરની હૂંફ પણ સતત તું પામતી સનમ.
લાગે છે તારા મનમાં હું કયાંયે નથી સનમ.
બારી બહાર જોયા કરે છે તું હજી સનમ.?
પીડાનો રંગ રોજ કયાં ઓળખી સનમ?
આંખોમાંથી કે પત્રમાંથી નીતરી સનમ.
એકલતાની કથા તેં કદી સાંભળી સનમ?
થડ માત્ર છું મને ફૂટી ન ડાળખી સનમ.
વ્યાકુળ નયનમાં દીપ સળગતો પછી સનમ,
છે આસપાસ એની હવે હાજરી સનમ.
આપના પ્રતિભાવ