ગુલામીઓની લલિત કલાઓનું બયાન—અલ્લામા ઇકબાલ
ગુલામીઓની કલાઓમાં મૃત્યુ મહાલી રહ્યા છે,ગુલામીનાં જાદુનું વર્ણન હું શું કરું!
તેનું ગીત જીવનના અગ્નિરહિત અને શૂન્ય છે.જીવનને ભીંતો સાથે તે જાને પાણીના પૂર પેઠે ભટકાયા પડછાયા કરે છે.
તેના હ્ર્દય પેઠે ગુલામનું લલાટ પણ શ્યામ હોય છે,તેની પ્રકૃતિ પેઠે ગુકમનું સંગીત પણ મંદ હોય છે.
તેના મૂરઝાયલા હ્રદયમાંથી દાઝ દર્દ રૂખસત થઈ ગયાં છે.આજની મોજ, ગઈકાલની રસિકતા પલાયન કરી ગઈ છે.
તેની બંસરી તેનો ભ્રમ ફોડી નાંખે છે.તે તેની દુનિયાને બેઝાર બનાવી દે છે.
નિરાંત અશ્રુપાત તેની આંખોનું અંજન થઈ ગયું છે.બનતાં સુધી તેનાં ગીતૢસંગીત પાંસે ફરકતાં પણ નથી.ખબરદાર! એ ગીત મૃત્યુ ગીત . એટલી વાતમાંજ તું સમજી જા!
તું તરસ્યો છે? તો,હરમમાં ઝમઝ્મની આશ રાખતો નહીં.એના સૂર અને તાલમાં માનવી માટે મૃત્યુ છે.
તે દિલમાંથી દાઝ હરી લે છે.અને દુ:ખ આપે છે.તે જમના જામમાં ઝેર નાંખી દે છે..
સાંભળ ભાઈ ,દુ:ખ કિંવા શોક બે પ્રકારનાં હોય છે.સાંભળ અને નિજની લહ્યને ભાનનો દીવો બનાવ!
એક શોક એવો છે જે ઇંસાનને ગળી જાય છે.બીજો શોક એવો છે જે પ્રત્યેક શોકને ખાઈ જાય છે.
(ઝબૂરે આઝમ-177 અનુવાદ-જ.મસ્ત મંગેરા)
આપના પ્રતિભાવ