Posted by: bazmewafa | 04/22/2010

હઝલ:જ્ઞાન વન વે એમનું—મસ્ત હબીબ સારોદી(ઉર્ફેમુલ્લા રમુજી)

જ્ઞાન વન વે એમનું—મસ્ત હબીબ સારોદી

જ્ઞાન વન વે એમનું છે,પ્હોંચ પણ કેવી અસીમ !

આ તરફ સુરતથી ઉધના આ તરફ સુરતથી કીમ.

 

‘થોટ’ તકવાદી અહર્નિશ ,સ્વાર્થનિષ્ઠ રંગીન થીમ

કયાંક તંત્રી, મોલ્વી છે,ક્યાંક શાયર કે હકીમ.

 

દૂર તે દિવસ નથી જોશો છતી આંખે તમે,

એક વ્યક્તિ૝ પંચ જેવી એક વ્યક્તિનીયે ટીમ.

 

એમનો ભાષા ઉપર કાબૂ છે કેવો સાંભળો,

ફેરવે છે શબ્દ એ રીતે ગદા જાણે કે ભીમ.

 

ગામ કરતાં શહેર એથી તો પસંદ છે એમને,

છાશ ત્યાં પીતા2અહીં ખાવા મળેછે આઈસક્રીમ!

 

તો ભલા ક્યાંથી એ હૂરના ચાહક બને!

ડાયરીમા મનની જ્યાં નોંધાઇ નર્ગિસ કે નસીમ!

 

મસ્જિદોમાં પણ સલામત કયાં છે જોડા કોઈના,

આ દશા બંદાની તારા, હે ખુદાવંદે કરીમ!

 

આજ’મુલ્લા’ને મળ્યાની છાપ શી મન પર પડી,

 ભાસ કંઈ એવો થયો,જાણે જગતભરનાં યતીમ!


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers