એકલો નહીં આવું—નિસાર અહમદ શેખ ‘શેખચલ્લી’
માફ કરજો કે હું એકલો નહીં આવું,
જ્યાં લગી ગોઠિયા બે ચાર ન પકડી લાવું.
મુજને ભય છે કે વિના દાદ હું બેસી જાઉં,
ન મળી દાદ તો બે મોત હું મરી જાઉં.
થોભજો, ટોળકી મારી હું લૈને આવું છું,
ભાઇઓ,જાવ હું મુશાયરામાં આવું છું.
કોઇના શે’ર સૂણી ભૂલથી દેતા ન દાદ,
મારી પ્રત્યેક કડી પર કહેજો: વાહ ખૂબ ઉસ્તાદ!
આજ તો તેજ કવિ તેજ કલાકાર બને,
ગાયકી શીખીને ખુશરંગ ગળાકાર બને.!
માટે કોઇ રાગમાં પ્રેકટીશ કરીને આવું છું,
આઈના સામે એકટીંગ કરીને આવું છું.
*કવિની છેલ્લી કૃતિ
(વૈભવ-5)
આપના પ્રતિભાવ