Posted by: bazmewafa | 03/31/2010
ગઝલ:જીવવું પડ્યું—અહમદ ગુલ
જીવવું પડ્યું—અહમદ ગુલ
આંસુની ધાર લઈ જીવવું પડ્યું,
હર કદમ ખાર લઈ જીવવું પડ્યું.
ભાગ્યમાં ના હતી લય બધ્ધતા,
તૂટેલા તાર લઈ જીવવું પડ્યું.
એક પળ પણ ખૂશી ના મળી,
દર્દના ભાર લઈ જીવવું પડ્યું.
દૂર ને દૂર છાયા પણ રહ્યા,
ડૂબતા પ્યાર લઈ જીવવું પડ્યું.
એ હતું ગુલ જીવન, પણ મોતના,
કોઈ ખુમાર લઈ જીવવું પડ્યું.
Like this:
Be the first to like this post.
ખુબ સરસ ગઝલ બની ગુક સાહેબ્ની આભાર લાવવા માટે.
એક પળ પણ ખૂશી ના મળી,
દર્દના ભાર લઈ જીવવું પડ્યું.
આ પંકતિઓ સરસ થઈ છે આમતો બધાં જ શેર સારા થયા છે..
સપના
By: sapana on 03/31/2010
at 9:50 AM