સરળ હોય તોય શું?—રમેશ પારેખ
ઈચ્છાઓ અટપટી કે સરળ હોય તોય શું?
કાગળમાં ચીતરેલું કમળ હોય તોય શું?
બારીની આ તરફનો હું એક હિસ્સો છું,’રમેશ’
પેલી તરફ જવાની તલપ હોય તોય શું?
જંગલની વચ્ચે રહેવા મળ્યું પાનખર રૂપે
ગુલમ્હોર શ્વાસ જેવો નિકટ હોય તોય શું?
શોધે છે શબ્દ કોશમાં જે અર્થ વૃક્ષ નો,
તેઓ વસંત જેવા સભર હોય તોય શું?
રંગો કદીય ભોળા નથી હોતા એટલે,
લીલુંચટ્ટાક આખું નગર હોય તોય શું?
નખ જેવડું અતીતનું ખાબોચિયું ‘રમેશ’
તરતાં ન આવડે તો સમજ હોય તોય શું?
Fine
By: Mukund Desai'MADAD' on 04/05/2010
at 4:52 AM