Posted by: bazmewafa | 03/29/2010
ગઝલ:ચારે તરફ—શ્યામલ મુનશી
ચારે તરફ—શ્યામલ મુનશી
આ સફરની મુંઝવણ ચારે તરફ
ખૂબ થાકેલા ચરણ ચારે તરફ
પીઠ પાછળ આંખ સામે સાવ અંદર
આ ક્ષણોનું આક્રમણ ચારે તરફ
છે તરસની આંખ ભીની હજી પન
શ્વાસમાં રેતાળ રણ ચારે તરફ
આ તરફ ને આ તરફ ને એ તરફા પણ
શક્યતાઓમાં મરણ ચારે તરફ
ચોતરફા ગઈ રાતની ઝાંખપ હજુ છે
સૂર્યનો અણસાર પણ ચારે તરફ
Like this:
Be the first to like this post.
Posted in કવન, કવિતા, કાવ્ય, ગઝલ, ગુજરાતી શાયરી, શાયરી, શેર, Gazal, Gujarati Gazhal, Gujarati Poetry, Gujarati Shayri | Tags: કવિતા, ગઝલ, ગુજરાતી શાયરી, નઝમ, શાયરી, શેર, Gujarati Gazhal, Gujarati Kavita, Gujarati Poetry, Gujarati Shayri, Shyamal Munshi
આપના પ્રતિભાવ