Posted by: bazmewafa | 03/28/2010

જોસેફ મેકવાનનું રવિવારે ઢળતી બપોરે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન—ગુજરાત ટુડે

જોસેફ મેકવાનનું રવિવારે ઢળતી બપોરે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન અવસાન—ગુજરાત ટુડે

આણંદ,તા.ર૮જાણીતા સાહિત્યકાર અને કટાર લેખક જોસેફ મેકવાનનું રવિવારે ઢળતી બપોરે હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થતા ગુજરાતની પ્રજા અને ખ્રિસ્તી સમાજે એક સાહિત્યકાર, આદર્શ વ્યકિત સાક્ષર શિક્ષક અને સમાજ સેવક ગુમાવ્યાની લાગણી અનુભવી હતી.

રવિવારે સાંજે આણંદના ઝેવિયર નગર રોડ પર આવેલ સૂર્યનગર સોસાયટી સ્થિત તેમના નિવાસ સ્થાનેથી અંતિમ યાત્રા નિકળી હતી જેમાં મોટી સંખ્યામાં સાહિત્યકારો, સાહિત્ય પ્રેમીઓ અને શહેરના અગ્રણીય નાગરિકો જોડાયા હતા ગામડી કબ્રસ્તાન ખાતે તેમની દફનવિધિ કરાઇ હતી ત્યારે અનેક લોકોએ તેમના રડતા હૈયે વિદાય આપી હતી.

જોસેફ મેકવાનનો જન્મ ૯ ઓકટોબર ૧૯૩પના રોજ પોતાના મોસાળ ત્રણોલ ગામે થયો હતો જયારે તેઓનું બાળપણ વતન ઓડ ગામે વિત્યું હતું. તેઓએ બીએ. એમ.એ. અને બીએડનો અભ્યાસ કર્યો હતો. તેઓને ૧૯૮પમાં વ્યથાના વિત્તક રેખાચિત્ર માટે સીએએસ એવોર્ડ મળ્યો હતો, તેમજ સદ્વિચાર પારિતોષિક, તખ્તસિંહ પરમાર પારિતોષિક, તેમજ ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું. ૧૯૮૭માં તેમની આંગળિયાત નવલકથાને કનૈયાલાલ મુન્સી જન્મ શતાબ્દી નવલકથા સ્પર્ધામાં પ્રથમ ઇનામ મળ્યું હતું. જયારે ૧૯૮૭માં વ્યથાના વિતકરેખા ચિત્રને ધનજી કાનજી પારિતોષિક ૧૯૮૮માં આંગળિયાત નવલકથાને ગુજરાત સાહિત્ય અકાદમીનું પ્રથમ પારિતોષિક મળ્યું હતું.

જયારે ૧૯૮૯માં રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી એવોર્ડ, સર્વશ્રેષ્ઠ કૃતિ આંગળિયાત માટે મળ્યો હતો. ૧૯૮૯માં દલિત સાહિત્ય અકાદમી દિલ્હી દ્વારા આંબેડકર એવોર્ડ, ૧૯૯૧માં કાકા કાલેલકર એવોર્ડ, ૧૯૯૬માં બીજ-બીજના તેજ માટે ડૉ. જીવરાજ મહેતા એવોર્ડ,

૧૯૯૮માં શ્રેષ્ઠ સાહિત્ય સર્જન માટે રૂ..૧ લાખનો દર્શક એવોર્ડ, તેમજ તેમના પુસ્તકો સાધનાની આરાધના ૧૯૮પ, મારી પરણેત્તર ૧૯૮૬, જન્મ જતા ૧૯૮૭, મારી ભીલ્લુ ૧૯૮૮ અને પન્નાભાભી ૧૯૯૦ને ગુજરાત રાજય સાહિત્ય અકાદમીનો પારિતોષિક અર્પણ થયો હતો.

જોસેફ મેકવાને ૧૩ નવલકથાઓ લખી છે. તેઓને, ૧૯૮૧માં સેંટ ઝેવિયર્ય સુવર્ણ ચંદ્રક, ૧૯૮૪માં સંસ્કાર એવોર્ડ, ૧૯૮૭માં અભીવાદન ટ્રોફી, ૧૯૯૦માં મેઘા રત્ન એવોર્ડ, ૧૯૯૦માં મેઘજી મેઘજી સુવર્ણ ચંદ્રક, ૧૯૯પમાં કનૈયાલાલ સુવર્ણચંદ્રક પ્રાપ્ત થયા હતા. તેઓએ પાંચ રેખાચિત્રો, ત્રણ નિબંધ, ત્રણ અહેવાલ બે સાહિત્ય લેખો-વિવેચન તેમજ તેમજ તેમની વ્યથા વિતક રેખાચિત્ર નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા અંગ્રેજી તેમજ અન્ય ૧૧ ભાષામાં પ્રકાશિત કરાઇ હતી.

આ ઊપરાંત જન્મભૂમિ પ્રવાસી, ગુજરાત ટાઇમ્સ, અખંડ આનંદ, નવનીત સમર્પણ,  જનકલ્યાણ, નયામર્ગ, ઊત્સવ, મુંબઇ સમાચાર તેમજ ગુજરાત ટુડેમાં પણ તેમના લેખો અને વાર્તાઓ પ્રસિધ્ધ થતી હતી.

 (ગુજરાત ટુડે તા.29માર્ચ2010મા સૌજન્યથી)


Responses

  1. prey to god for pieace his soul

  2. khuda ne apne pyare bande ko gale lagayaa hai……………


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers