Posted by: bazmewafa | 02/27/2010

કવિતા:રણ—યોગેશ જોષી

રણ—યોગેશ જોષી

એક

કૈં યુગોથી

તરસ હતી મને જેની

તે આ રણ નથી…

હે ઊંટ,

ચાલ, હજીયે આગળ

નથી છીપતી હજીયે

કાંટાળી તરસ.

મારી અંદર

પડેલી છે યુગોથી ધગધગતી

આ શેની તરસ?–

કયા રણની?

કયા જળની?

કઈ પળની?

કયા અમૃતની

ને ક્યા ઝેરની?

ખબર નથી.

 હે ઊંટ,

 ચાલ,

 હજીયે આગળ…


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Categories

Follow

Get every new post delivered to your Inbox.

Join 31 other followers