કો’ક તો બોલો—અમૃત ઘાયલ
વખાના માર્યા ભાંડુ ભાંભરે છે, કો’ક તો બોલો:
તમો પર મીટ માંડી કરગરે છે, કો’ક તો બોલો:
પહોંચાડ્યા તમોને જેમનણે મંજિલ સુધી તેઓ,
અહીંયા એડીઓ રગડી મરે છે, કો’ક તો બોલો:
કળે છે અંગ અંગ આ સઘળા કળે છે, કો’ક તો બોલો:
દબાવ્યે પણ જરીના કળ વળે છે, કો’ક તો બોલો:
સહ્યો જાતો નથી કેમે ય કાળા કોપનો અગ્નિ,
જઠર ખાલી સતત ભડકે બળે છે, કો’ક તો બોલો:
રડે છે માહ્યલો નિશદિન રડે છે, કો’ક તો બોલો:
કે પાણી નેવના મોભે ચડે છે, કો’ક તો બોલો:
શું કમ સમસમો છો આમ નાહક રાત દિ’મનમાં,
તમોને બોલતાં શું બળ પડે છે, કો’ક તો બોલો:
kok to bolo
By: joshi mahesh on 09/09/2011
at 11:28 PM